‘હાલરડાંનો સાદ‘
મમતાનું ગીત, માતૃત્વના સંગીતનો ઉત્સવ
હાલરડા ગાન, સ્વરચિત હાલરડા અને હાલરડા સંશોધન અંગેનો ત્રિ-દિવસીય સેમિનાર
પ્રથમ- જ્યોત્સના રાયચુરા (રાજકોટ)- પુરસ્કાર – 21,000
દ્વિતિય- ગીતા મેર (જૂનાગઢ) -પુરસ્કાર 15,000
તૃતિય- રંજન જાગાણી(રાજકોટ)- પુરસ્કાર- 11,000
બાળ-હાલરડા ગાન સ્પર્ધા
અધારા મનોજ (મોરબી)- પુરસ્કાર – 5,000
શ્રેષ્ઠ સ્વરચિત હાલરડા સ્પર્ધા
પ્રથમ – મધૂસુદન પટેલ (અમદાવાદ) – પુરસ્કાર – 5000
દ્વિતિય- મીતા દવે (વડોદરા) – પુરસ્કાર-3000
તૃતિય- કિર્તિદા બ્રહ્મભટ્ટ (ગાંધીનગર) – પુસ્કાર 2000
શ્રેષ્ઠ સંશોધીત હાલરડું
વૈશાલી ઠાકર (રાજકોટ) – 5000
Day-1
તા. 14 એપ્રિલ
સ્થળ: હેમુગઢવી હોલ
સમય : 3 to 6
A- હાલરડા ગાન સ્પર્ધા | |
5થી 15 વર્ષના બાળકો | પુરસ્કાર રૂ. 5000 |
15થી 95 વર્ષ | પુરસ્કાર 1- રૂ.21000 |
પુરસ્કાર 2- રૂ.15,000 | |
પુરસ્કાર 3- રૂ.11,000 | |
B- બેસ્ટ સ્વરચિત હાલરડું (સબમિશન લાસ્ટ ડેટ 5 એપ્રિલ) | પુરસ્કાર રૂ. 11,000 |
C - બેસ્ટ સંશોધન હાલરડું (સબમિશન લાસ્ટ ડેટ – 5 એપ્રિલ) | પુરસ્કાર રૂ. 5000 |
Day-2
તા. 15 એપ્રિલ
સ્થળ: હેમુગઢવી હોલ
સમય : 3 to 6
પ્રખ્યાત કલાકારોના મુખે હાલરડા ગાન
- તુષાર શુક્લ – સંચાલન
- સાંઈરામ દવે –સંચાલન
- ઓસમાણ મીર
- ગાર્ગી વોરા
- લલીતા ઘોડાદ્રા
- જયેશ દવે
- કાજલ ગજ્જર
Day -3
સમુહ હાલરડા ગાન અને પરિસંવાદ
વક્તા. યશવંતભાઈ ગઢવી
સાંઈરામ દવે
સમગ્ર ગુજરાતમાંથી આવેલા બેસ્ટ હાલરડા ગાન સ્પર્ધાના ફોર્મ કલેક્ટ કરી તેમાંથી ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાંથી પાસ થયેલા સ્પર્ધકોનો ફાઈનલ રાજકોટ ખાતે થશે.
સેમીફાઈનલઅમદાવાદ ઝોન
તારીખ – 06-04-2016
સવારે 11 થી 1
રવિશંકર રાવળ ભવન
છઠ્ઠા માળે
લો-ગાર્ડન પાસે,
અમદાવાદ
રાજકોટ ઝોન
તારીખ- 07-04-2016
સવારે 9.30 થી 1
નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ
અંબિકા ટાઉન શીપ, જીવરાજ પાર્ક
રાજકોટ
વ્હાલા કવિ મિત્રો,
સાદર વંદન, કાન માંડો તો કયાંય હાલરડાં સંભળાય છે ? તમારી કે મારી આસપાસમાંથી “હું લુ લુ લુ….હાલા….!” કરતા મધુર વાત્સલ્યભર્યા સ્વરો વેંટીલેટર પર આવી ગયા છે.
વાઇફાઇ યુગમાં ખોવાઈ ગયેલા વ્હાલભર્યા હાલરડાં ગોતવાનો એક નાનકડો યજ્ઞ ‘સાંઇલક્ષ્મી ફાઉન્ડેશને‘ શરૂ કર્યો છે. આ યજ્ઞના પ્રથમ પ્રયાસરૂપે આગામી 14/15/16 એપ્રિલ રાજકોટ ખાતે ‘ઓપન ગુજરાત હાલરડાં ગાન સ્પર્ધા’ થશે. બીજા દિવસે દિગ્ગજ કલાકારો હાલરડાં પરફોર્મ કરશે. અને ત્રીજા દિવસે જૂના નવા હાલરડાંના વિશ્ર્વકક્ષાના હાલરડાંની સમીક્ષા તથા પરિસંવાદ સાથે હાલરડાં શીખવવામાં આવશે.
સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન આપને સ્નેહભર્યુ આમંત્રણ પાઠવે છે કે આપ ગુજરાતની કવિતાની અમીરાત છો તો આપને હૃદયપુર્વક વિનંતી છે કે આપશ્રી આપને યોગ્ય લાગે એવું નવું હાલરડું રચો અને આપના નામ સાથે સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના વોટસપ નંબર +91 76 00 64 64 64 પર વોટ્સ અપ કરો અથવા sailaxmifoundation@gmail.com પર ઈમેલ કરો અથવા તો નીચે આપેલા એડ્રેસ પર કુરિયરથી મોકલો. સમય અને કાળ પ્રમાણે નવા હાલરડાં રચાવા જ જોઇએ. હવે ‘ભઇલો પાટલે બેસી નાયો’ની જગ્યાએ સ્વીમીંગ પુલમાં નાયોને મોબાઇલની ગેમમાં હરખાયો. જેવુ કશુંક આપણે નવી રીતે નહી આપીએ તો આવનારા સમયમાં હાલરડાં કોઇ માતા ગાશે જ નહી.
સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનને આપ પંદર દિવસની અંદર જેટલુ શકય બને એટલું વહેલું જો આપનું ‘સ્વરચિત હાલરડું‘ પહોંચાડશો તો એને ગુજરાતના દિગ્ગજ કંપોઝરો કંપોઝ કરીને લોકો સમક્ષ મુકશે. ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમી અને સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘હાલરડાં’ માટેની આ ગુજરાતની સૌથી મોટી ઇવેન્ટ બનાવવાનું અમારૂ સ્વપ્ન છે.
આપને બીજી પણ એક વિનંતી કે આપની ડાયરીમાં કે નોંધમાં બીજા અન્ય કોઇપણ સર્જકનું ‘હાલરડું’ હોય તો ઉદાર ચિત્તે આપ વોટસપ, ઇમેલ કે પોસ્ટથી મોકલજો. અમો ભવિષ્યમાં એક સૌથી મોટો હાલરડાં કોષનું સંકલન કરવા જઇ રહ્યા છીએ.
નમ્ર વિનંતી આપ જયારે હાલરડું રચવા બેસો ત્યારે બે ત્રણ મુદ્દાઓ ધ્યાને લેજો કે હાલરડું કિર્તન ન બની જાય. આપણે ત્યાં ઇશ્ર્વરના હાલરડાં ઘણાં છે. એમાં કાવ્ય તત્વ ઓછુ હશે તો ચાલશે પણ બાળકને સુવડાવવા માટેનું લયકણું ઉતરે એની કાળજી લેજો.
છેલ્લી વિનંતી કે દિકરી માટેના હાલરડાં જ બહુ ઓછા છે….! શિવાજીનું હાલરડું મેઘાણીભાઇએ લખ્યુ તો આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું હાલરડું કેમ ન લખી શકીએ ? ભાઇ પોતાની બેન માટે ગાઇ શકે એવું હાલરડું કેમ ન લખાય ? બાપ પોતાની દિકરી માટે હેતથી ગાય એવુ હાલરડું તો આપણે જ લખવુ પડશે. ઇતિહાસના કેટલાય અમરપાત્રોના હાલરડાં બાકી છે. નવા છંદમાં મોર્ડન હાલરડાં અને કોઇપણ ભાષામાં લખવાની છુટ સાથે બેસ્ટ સ્વરચિત હાલરડાંને યોગ્ય પુરસ્કાર પણ એનાયત કરાશે.આપના હાલરડાંને મીડીયાના માધ્યમથી જેટની સ્પીડે પહોંચાડવાના પ્રોમીસ સાથે…..
ઉઠાવો કલમ અને માતૃત્વના ખડિયામાં બોળી હાલરડું કે જોડકણું લખીને મોકલો આપની નોંધપોથીમાં હાલરડાંને હાલરડાં કોષ માટે જૂના હાલરડાં પણ મોકલો.
હાલરડું ખુદ સુઇ જાય એ પહેલા આવો સાથે મળીને એને જગાડીએ…..! માતૃત્વનું અને માતૃભાષાનું ઋણ ઉતારીએ
આપના હાલરાડાંની રાહમાં
ચેરમેન સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન, રાજકોટ
સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન –
C/o નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ, જીવરાજપાર્ક, અંબિકાટાઉનશીપ, રાજકોટ 360004.
મોબાઈલ: 76 00 64 64 64
ઈમેલ : sailaxmifoundation@gmail.com